ટંકારા લક્ષ્મીનારાયણ મંદિરે તા.26 ઓક્ટોબરે અન્નકુટ દર્શન યોજાશે

- text


ટંકારા : ટંકારા મધ્યે બિરાજમાન લક્ષ્મીનારાયણ મંદિર ખાતે આગામી 26 ઓક્ટોબરને બુધવારે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શન યોજાશે. જેની તૈયારી પણ પુર્ણ થઈ ગઈ છે.

દિવાળીના તહેવારો આજથી શરુ થયા છે ત્યાતે અહીં રોજ વહેલી સવારે અને ઢળતી સાંજે શાસ્ત્રિય સંગીત અને નોબત વગાડવાની પરમપરા આજે પણ જીવંત છે. ટંકારાના મધ્યમા બિરાજતા લક્ષ્મીનારાયણના મંદિરે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. 26/10/2022 ને બુધવારે નુતનવર્ષ અન્નકૂટ દર્શન કરવામા આવશે. જેમાં અનેક શાકભાજી, ફળ, પ્રસાદ સહિતનો ભોગ ઠાકોરજીના સન્મુખ ધરાવાશે.

આ તકે લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દ્વારા ટંકારા સહીત દેશભરમાં વસતા તમામ હરિ ભક્તો ને ટંકારા પધારવા અને અન્નકુટ દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

દિવાળીના તહેવારને લઈને આજથી બંગલા દર્શન શરુ થઈ ગયા છે. ભગવાન આજે મંદીરના પરીસરમા બિરાજમાન થશે તથા મંદિરને રોશની અને વાઘાના શણગાર કરવામાં આવ્યો છે. અહીં વર્ષો જુની પરંપરા મુજબ દિવાળી તહેવારના 5 દિવસ વહેલી સવારે અને ઢળતી સાંજે શાસ્ત્રીય સંગીત સાથે નોબત વગાડવામાં આવે છે. દેશ દેશાંતરમાંથી ભક્તો પરીવાર સાથે પધારે છે. નવા વર્ષ અહીં માથું ટેકવી ધન્યતા અનુભવે છે.

- text