વાંકાનેર બાઉન્ડ્રી નજીક બોલેરો હડફેટે વૃદ્ધનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક યજ્ઞપુરુષનગર ગામના પાટિયા પાસે પગપાળા જઈ રહેલા કોઠી ગામના વૃદ્ધને હડફેટે લેતા આ અકસ્માતમાં વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ બોલેરો ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક યજ્ઞપુરુષ નગર ગામના પાટિયા પાસે પગપાળા જઈ રહેલા દાનાભાઈ સોમાભાઈ રાઠોડ ઉ.65 નામના વૃદ્ધને બોલેરો નંબર જીજે – 13 – એટી – 7323 નંબરના ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચવાથી દાનાભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

વધુમાં અકસ્માત સર્જ્યા બાદ બોલેરો ચાલક પોતાનું વાહન રેઢું મૂકી નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્ર મહેશભાઈ દાનાભાઈ રાઠોડે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text