બેકરીના ધંધાના પૈસાની ઉઘરાણી કરતા વેપારીને પાઇપ ફટકાર્યો 

- text


હળવદની સરા ચોકડીથી સરા તરફ જતા રોડ પર બનેલા બનાવમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ 

હળવદ : હળવદની સરા ચોકડીથી સરા તરફ જતા રોડ પર બેકરીના ધંધાના બાકી નીકળતા પૈસાની ઉઘરાણી કરતા વેપારીને બે શખ્સોએ લોખડનો પાઇપ ફટકાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને શખ્સો સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ધાંગધ્રાના નરશીપરા કોલેજ રોડ રહેતા અને વેપાર કરતા દિપકભાઈ ઘનશ્યામભાઈ દલવાડી (ઉવ.૨૭)એ આરોપીઓ દયારામભાઇ જશરાજભાઇ કણઝરીયા તથા ઘનશ્યામભાઇ જશરાજભાઇ કણઝરીયા (રહે બંન્ને નવા વેગડવાવ તા.હળવદ) સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૦ના રોજ

- text

હળવદની સરા ચોકડીથી સરા તરફ જતા રોડ પંતજલી સ્કુલની સામે રોડ પર ફરીયાદીએ બેકરીના ધંધા બાબતે લેવાના બાકી નીકળતા પૈસાની માંગણી આરોપી દયારામભાઇ પાસે કરતા ઉશ્કેરાઇ જઇને આરોપી ઘનશ્યામભાઇએ પોતાના હાથમાં એક લોખંડના પાઇપ જેવું હથીયાર લઇ આવી ફરીયાદીને માથામાં પાછળના ભાગે એક ઘા મારી ઇજા પહોંચાડી આરોપી દયારામભાઇએ ફરીયાદીને શરીરે ઢીકાપાટુનો માર મારી શરીરે ઇજા પહોંચાડેલ હતી.

હળવદ પોલીસે દિપકભાઈ ઘનશ્યામભાઈ દલવાડીની ફરિયાદ પરથી બન્ને આરોપીઓ દયારામભાઇ જશરાજભાઇ કણઝરીયા તથા ઘનશ્યામભાઇ જશરાજભાઇ કણઝરીયા સામે આઇ.પી.સી કલમ ૩૨૩,૩૨૪, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text