વાંકાનેરમાં જીતુભાઈ સોમાણીના ઉપવાસ આંદોલનના સમર્થનમાં હવે સાધુ સંતો મેદાને 

- text


વાંકાનેરના સંતો-મહંતો દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવી મેદાનને ગણપતિ ઉત્સવ માટે ફાળવવાની માંગ કરાઈ

વાંકાનેર : વાંકાનેરના રાજકીય અગ્રણી આર.એસ.એસનું ગ્રાઉન્ડ ધાર્મિક ઉત્સવો ઉજવવા માટે તંત્ર ફળવે એ માટે ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે તેમના ઉપવાસ આંદોલનને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. વાંકાનેરમાં જીતુભાઈ સોમાણીના ઉપવાસ આંદોલનના સમર્થનમાં હવે સાધુ સંતો મેદાને આવી વાંકાનેરના સંતો-મહંતો દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવી મેદાનને ગણપતિ ઉત્સવ માટે ફાળવવાની માંગ કરાઈ છે.

વાંકાનેરમક જીતુભાઈ સોમાણીના ઉપવાસ આંદોલનના સમર્થનમાં વાંકાનેરના સંતો-મહંતો દ્વારા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવ્યુ હતું. આવેદનમાં જણાવ્યું હતું કે, જીતુ સોમાંણીએ વર્ષોની પરંપરા મુજબ ગણપતિ ઉત્સવ ઉજવવવા માટે નગરપાલિકા હસ્તકના આર.એસ.એસના મેદાનની માંગ કરી હતી. જો કે હાલ વાંકાનેર પાલિકા સુપરસિડ હોય અને શાસન વહીવટીદાર હસ્તક હોય ત્યારે જીતુ સોમણીને મેદાનની મંજૂરી મળી ન હતી. લોકોના હિતમાં આ મેદાન ધાર્મિક ઉત્સવ માટે મળે એ માટે તેઓ તંત્ર સામે જંગે ચઢ્યા છે અને વાંકાનેર ગણપતિ ઉત્સવ ગ્રાઉન્ડ વિવાદ મામલે જીતુભાઈ સોમાણી પાંચ દિવસથી ઉપવાસ પર બેઠા છે જેના સમર્થનમાં આજે વાંકાનેરના સંતો-મહંતો દ્વારા વર્ષોથી ગણપતિ ઉત્સવનું આયોજન જીતુભાઈ સોમાણીને ગ્રાઉન્ડમાં મળે તે માટે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં રાઘુનાથજી મંદિરના રેવાદાસ હરિયાણી, ગાયત્રી મંદિરના અશ્વિનભાઈ રાવલ, રાણીમાં રૂડીમાંના મુકેશ ભગત, આપા જાલાની જગ્યાના મગનીરામજી મહારાજ, વંસુધરાની જગ્યાના ભરતભગત, નગબાવાજીની જગ્યાના,જગદીશગિરી બાપુ, ફળેશ્વર મંદિરના વિકાસ તિવારી સહિત સંતો-મહંતો હાજર રહ્યા હતા.

- text

- text