સંધિ મુસ્લિમ સમાજને ઓબીસી અંતર્ગત રાજકીય માન્યતા આપવાની માંગ

- text


સંધિ સમાજના આગેવાન કાસમભાઈ સુમરાની આયોગને રજુઆત

મોરબી : સંધિ મુસ્લિમ સમાજનું રાજકીય ક્ષેત્રે પ્રતિનિધિત્વ નહિવત જેવું છે. માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અંતર્ગત રાજકીય અનામત આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

નિવૃત ન્યાયમૂર્તિ કે.એસ.ઝવેરી સાહેબના અધ્યક્ષ પદ હેઠળ રચાયેલી સમર્પિત આયોગ સમક્ષ સંધિ મુસ્લિમના આગેવાન કાસમભાઈ સુમરાએ રજુઆત કરી છે કે સંધિ મુસ્લિમ સમાજનો ઓબીસીમાં સમાવેશ કરવામાં આવેલ છે. સમગ્ર ગુજરાતમાં આ સમાજની વસ્તી છે. મોરબી જિલ્લામાં વસ્તી 2 લાખથી વધુ છે. સમાજમાં શિક્ષણનું સ્તર ઓછું છે અને લોકો મજૂરી કામ કરે છે. ઉપરાંત ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં સમાજનું પ્રતિનિધિત્વ નહિતર છે. માટે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં સમાજની વસ્તીના આધારે ઓબીસી અંતર્ગત રાજકીય અનામત આપવામાં આવે તેવી માંગ છે.

- text

- text