મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા 30 સ્થળોએ ચાલતું તિરંગા એકત્રીકરણ અભિયાન

- text


મોરબી : આઝાદીના 75 વર્ષ પુર્ણ થયા તે નિમિત્તે સરકાર દ્વારા હર ધર તિરંગા અભિયાન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જે 15 ઓગસ્ટ પછી રાષ્ટ્રધ્વજ જ્યા ત્યાં રખડતા હોય અને દેશની આન બાન અને શાનનું અપમાન થતું હોય તેને રોકવા માટે મોરબીની વિવિધ સંસ્થાઓએ મેદાને આવીને તિરંગા એકત્રીકરણ અભિયાન શરૂ કર્યું છે.

ક્રાંતિકારી સેના દ્વારા ચાલુ વરસાદે પોતાની ફરજ સમજીને તિરંગા એકત્રિત કરવામાં આવ્યા હતા. 108 ફૂટનો તિરંગો જ્યારે આપણા શહેરમાં હોય ત્યારે આપણે તિરંગાનું મહત્ત્વ સમજવું જોઈએ અને લોકોએ રાષ્ટ્રધ્વજનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ તે માટે ક્રાંતિકારી સેના દ્વારા તિરંગા એકત્રીત અભિયાન પણ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં મોરબી શહેરના 30 જેવા સેન્ટરો છે ત્યાં નાગરિકો તિરંગા જમા કરાવી શકે છે.

આ ઉપરાંત મુકેશભાઈ ગામી દ્વારા પણ લોકોને તિરંગાને માનભેર તેના કલેક્શન સેન્ટરે જમા કરાવવા અપીલ કરાઈ છે. તેઓએ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ, જીઆઈડીસી સામે શનાળા રોડ તથા સોનાલિકા ટ્રેક્ટર, સમર્પણ હોસ્પિટલ સામે આ બે જગ્યાએ તિરંગા જમા કરાવવા અપીલ કરી છે.

- text

- text