મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રાના રૂટ ઉપર ખાડા બુરવા વિહિપની માંગણી

- text


સાથેસાથે શોભાયાત્રાના રૂટ ઉપર ભરેલા વરસાદી પાણીનો પણ યોગ્ય નિકાલ કરવાની માંગ ઉઠાવી

મોરબી : મોરબીમાં કોરોના કાળના બે વર્ષ બાદ વિશ્વ હિન્દુ પરિષદ સહિતના ધાર્મિક સંગઠનો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી નિમિતે ભવય શોભાયાત્રા નિકળનારી છે. ત્યારે હાલ વરસાદને કારણે માર્ગો ઉપર ખાડા પડયા હોય અને વરસાદી પાણી ભરાયેલા હોવાથી વિહિપ દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રાના રૂટ ઉપર ખાડા બુરવા માગણી ઉઠાવવામાં આવી છે.

- text

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓએ નગરપાલિકા સમક્ષ માંગણી ઉઠાવી છે કે, હમણાં જન્માષ્ટમીની શોભાયાત્રા નિકળનારી છે. પરંતુ હાલ સતત વરસાદ પડી રહ્યો હોવાથી માર્ગો ઉપર ખાડા પડી ગયા છે અને ઠેરઠેર પાણી ભરાયા છે. જન્માષ્ટમીની શોભાયાત્રા સ્ટેશન રોડ ઉપર થઈને શહેરના મુખ્યમાર્ગો ઉપર નિકળનારી હોય શોભાયાત્રા દરમિયાન લોકોને હાલાકી ન પડે તે માટે શોભાયાત્રાના રૂટ પર માર્ગો ઉપર ખાડા બુરવા અને વરસાદી પાણીનો નિકાલની માંગ કરી છે.

- text