ટંકારામાં તલાટીઓની હડતાલને કારણે વહીવટ ખોરવાયો

- text


ટંકારા તાલુકા સરપંચ એસોસિએશને મુખ્યમંત્રીને રજુઆત કરીને તલાટીઓની હડતાલનું સુખદ સમાધાન લાવવાની માંગ કરી

ટંકારા : મોરબી જિલ્લાના તમામ તલાટીઓ પડતર પ્રશ્ને છેલ્લા 15 દીવસથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે. આથી ગ્રામ પંચાયતનો વહીવટ ખોરવાઈ ગયો છે. તેથી ટંકારામાં તલાટીઓની હડતાલને કારણે ગામના કામો ખોરંભે ચડ્યા હોય લોકોને હાલાકી પડતી હોવાની ફરિયાદ સાથે ટંકારા તાલુકા સરપંચ એસોસિએશને મુખ્યમંત્રીને રજુઆત કરીને તલાટીઓની હડતાલનું સુખદ સમાધાન લાવવાની માંગ કરી હતી.

ટંકારા તાલુકા સરપંચ એસોસિએશને મુખ્યમંત્રીને રજુઆત કરીને જણાવ્યું હતું કે, તલાટીઓ છેલ્લા 15 દિવસથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે અને આ હડતાલનું ક્યારે નિરાકરણ આવે એ નક્કી જ નથી. ગ્રામ પંચાયતનું તમામ કામ તલાટી મંત્રીઓ ઉપર જ નિર્ભર હોય છે. એવામાં તલાટી મંત્રીઓ હડતાલ ઉતરી જતા પાણીવાળા, પટાવાળા, લાઈટમેનના પગાર, વહીવટી કામો તેમજ લોકોના ઉપયોગી કામો ઠપ્પ થઈ ગયા હતા. જેથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ હડતાલ હજુ લાંબી ચાલી તો ટંકારા તાલુકાના ગ્રામ પંચાયતનો વહીવટ ખાડે જશે. આથી તલાટી મંત્રીઓની વ્યાજબી માંગણીઓનો સત્વરે ઉકેલ લાવી હડતાલનું સુખદ અંત લાવવાની માંગ કરી છે.

- text

- text