મોરબીમાં ઓફિસમાંથી દારૂની પોણા પાંચ બોટલ સાથે બે ઝડપાયા

- text


એક શખ્સે દારૂ ઢીચેલો હોય બ્લેન્ડરની પોણી અને આરસીની ચાર બોટલ કબ્જે કરી 

મોરબી : મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીક આવેલી ઓફિસમાં દરોડો પાડી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે વિદેશી દારૂની પોણા પાંચ બોટલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા જેમાં એક શખ્સ દારૂ ઢીચેલી હાલતમાં હોય તેની વિરુદ્ધ બેવડી કાર્યવાહી હાથ ધરી હતી.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે મહારાણા પ્રતાપ સર્કલ નજીક કડિયા બોર્ડિંગ પાસે આવેલ રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં દરોડો પાડી આરોપી કુલદીપસિંહ વિભાજી ઉર્ફે પ્રદ્યુમનસિંહ જાડેજા, ઉ.32 રહે.વિધ્યુતનગર, શેરી નં.૨ મોરબી અને નિલેશભાઇ ધનજીભાઇ કુંડારીયા, ઉ.38, રહે.ક્રાંતીજ્યોત સી-૩,૨૦૧ મહેંદ્રનગર મોરબી, મુળગામ, ઉંચીમાંડલ વાળાને માસ્ટર બ્લેન્ડર સીગ્નેચર વ્હીસ્કીની પોણા ભાગની ભરેલ બોટલ નંગ-1 કિંમત રૂપિયા 600 તેમજ રોયલ ચેલેન્જ પ્રીમીયમ રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ-4 કિમત રૂપિયા 2080 સહિત કુલ મળી રૂપિયા 2680ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જે દરમિયાન આરોપી કુલદીપસિંહ વિભાજી ઉર્ફે પ્રદ્યુમનસિંહ જાડેજા દારૂ પીધેલી હાલતમાં હોય પ્રોહીબિશન એકટની બેવડી કાર્યવાહી કરવામાં આવી હતી.

- text