આજે બીજા સોમવારે મોરબીના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી

- text


સામાકાંઠે શિવાલયમાં બરફની અમરનાથની પ્રતિકૃતિ બનાવાઈ

મોરબી : ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાનો સુવર્ણ અવસર સમાન શ્રાવણ માસ જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ ભક્તોની શિવભક્તિ પણ ચરમસીમાએ પહોંચી રહી છે જેમાં મોરબીમાં આજે બીજા સોમવારે તમામ નાના મોટા શિવાલયોમાં ભક્તોની મોટી ભીડ ઉમટી હતી અને ભક્તોએ શિવલીગ ઉપર દૂધ, જળ અને બીલીપત્રનો અભિષેક કરી પૂજાઅર્ચના કરીને ભગવાન શિવની આરાધના કરી હતી.

- text

મોરબીના આગનેશ્વર મહાદેવ મંદિર, જંગલેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર, શોભેશ્વર મહાદેવ મંદિર, રફળેશ્વર મહાદેવ મંદિર, શંકર આશ્રમ-નીલકંઠ મહાદેવ મંદિર તેમજ શનાળા-રવાપર રોડ, ગુ.હા બોર્ડ સહિત ઠેરઠેર અને શેરીએ ગલીએ આવેલ મહાદેવના મંદિરોમાં આજે સવારથી હર હર મહાદેવના નાદ સાથે મોટી સંખ્યામાં લોકોએ ભગવાન શિવના દર્શન કરી આરતીનો શ્રદ્ધાભેર લાભ લીધો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશિપ ખાતે આવેલ ઉમાં મહાદેવના મંદિરે આજે અમરનાથની આબેહૂબ પ્રતિકૃતિ એટલે બરફનું શિવલીગ બનાવવામાં આવ્યું હતું. આ મંદિર એક મહિના પહેલા બનાવેલું હતું અને હમણાં આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી.ત્યારે આજે 1700 કિલો બરફની અમરનાથની પ્રતિકૃતિ બનાવતા ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

- text