વાંકાનેરમાં જુગારના બે દરોડામાં 16 જુગારી ઝડપાયા

- text


જિનપરા અને અમરનાથ સોસાયટીમાં જુગારના દરોડાથી જુગરીઓમાં ફફડાટ

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે શ્રાવણી જુગાર ઉપર સપાટો બોલાવી જિનપરા અને અમરનાથ સોસાયટીમાં જુગારના અલગ અલગ બે દરોડા પાડી 16 જુગારીઓને પાના ટીચતા રંગે હાથ ઝડપી લેતા જુગારી આલમમાં ફફડાટ મચી ગયો હતો.

જુગાર દરોડાની પ્રથમ કાર્યવાહીમાં સીટી પોલીસ ટીમે બાતમીને આધારે જિનપરા શેરી નંબર 13ના ખૂણે દરોડો પાડી જાહેરમાં પાના ટીચતા વિપુલભાઇ રમેશભાઇ ચૌહાણ, સાગરભાઇ શામજીભાઇ સોલંકી, મેહુલભાઇ શામજીભાઇ સોલંકી, વીકીભાઇ રમેશભાઇ અધારા, મીલનભાઇ જયંતીભાઇ બારૈયા, સુનીલભાઇ રમેશભાઇ રાણેવાડીયા, નયનભાઇ મનસુખભાઇ સારલા અને નીરવભાઇ કાન્તીભાઇ ગોસ્વામીને રોકડા રૂપિયા 12,050 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જ્યારે બીજા દરોડામાં સીટી પોલીસ ટીમે અમરનાથ સોસાયટીમાં દરોડો પાડી જાહેરમાં જુગટુ રમતા રોહીતભાઇ બુટાભાઇ મુંધવા, રાજદીપસિંહ અનીરૂધ્ધસિંહ ઝાલા, યશભાઇ અજયભાઇ જોબનપુત્રા, દીપકભાઇ પ્રવીણભાઇ સોલંકી, વીરલભાઇ પ્રદીપભાઇ બુધ્ધદેવ, ધવલગીરી વિનોદગીરી ગોસ્વામી, સાગરભાઇ પ્રદીપભાઇ બુધ્ધદેવ અને ભાવેશભાઇ જયશુખલાલ પાટડીયાને રોકડા રૂપિયા 14,150 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text