મોરબીના હરિઓમ પાર્કમાં જુગાર રમતા પાંચ ખેલી ઝડપાયા

- text


મોરબી તાલુકા પોલીસની કાર્યવાહી

મોરબી : મોરબી હળવદ રોડ ઉપર ઘુંટુ નજીક આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓને રોકડા રૂપિયા 32,840 સાથે ઝડપી લીધા હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે હળવદ રોડ ઘુંટુ નજીક આવેલ હરિઓમ પાર્કમાં દરોડો પાડી જાહેરમાં જુગારની મહેફિલ માંડનાર વિમલભાઇ ઇશ્વરભાઇ એરવાડીયા, અજયભાઇ પ્રવિણભાઇ બદ્રેશીયા, બાબુભાઇ કાનજીભાઇ ચાવડા, જીતેન્દ્રભાઇ વનજીભાઇ ભોરણીયા અને પિયુષભાઇ મનુભાઇ કડીવારને ઝડપી લઈ રોકડા રૂપિયા 32,840 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text