એસટી તંત્રની ખખડધજ બસના કારણે મોરબી જતાં મુસાફરો અમદાવાદમાં અટવાયા

- text


પ્રથમ ઇસ્કોન ચાર રસ્તાના પોઇન્ટ ઉપર બસ એક કલાક મોડી આવી અને બાદમાં કર્ણાવતી કલબ પાસે બસ બંધ થઈ ગઈ : પરિવાર સાથે મુસાફરી કરતા લોકો થયા પરેશાન

મોરબી : એસટી તંત્રની અમુક ખખડધજ બસોને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય. આવી જ એક બસના કારણે અમદાવાદથી મોરબી જતાં મુસાફરો અમદાવાદમાં અટવાય ગયા હતા.

જેમાં અમદાવાદ-મોરબી વચ્ચે એસટીની ac લક્ઝરી બસ નબર જીજે 07 વાયઝેડ 6799 પ્રથમ અમદાવાદ ઇસ્કોન સર્કલ પાસેના પિકઅપ પોઇન્ટ પર તેના નિર્ધારિત સમય કરતાં એક કલાક મોડી આવી હતી. અને બાદમાં આ બસ ઇસ્કોન સર્કલથી ઉપાડતાની સાથે જ થોડે દૂર જઈ કર્ણાવતી ક્લબ પાસે બંધ થઈ ગઈ હતી. જોકે મુસાફરોએ ધક્કો મારી બસ ચાલુ કરી. પરંતુ બસમાં પ્રોબ્લેમ હોવાથી આ બસના ડ્રાઈવરે ડેપોને જાણ કરી બીજી બસ મોકલવાની રીકવેસ્ટ કરી હતી. જેથી એકાદ કલાક સુધી મોરબી જતાં મુસાફરો અમદાવાદમાં જ અટવાય ગયા હતા. જેમાં પરિવાર સાથે મુસાફરી કરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આમ એસટી તંત્ર અમુક રૂટ પર હજુ પણ ખખડધજ બસો ચલાવતું હોવાથી ઘણીવાર મુસાફરો વિના કારણે પરેશાન થઈ રહ્યા છે.

- text

- text