મોરબીના યુવાનનું સ્ટાર્ટઅપ હોર્સ સ્ટેબલ ટીવી શોમાં પહોંચ્યું, લાખો રૂપિયાની ડીલ પણ મળી

- text


ટીવી શો માં મોરબીના માસ્ટર કોડર સાથે રૂપિયા 50 લાખની ડિલ અને 4 કરોડનું વેલ્યુએશન મળ્યું

મોરબી : મોરબીના નામનો ડંકો હવે ફક્ત સિરામિકમાં જ નહીં પરંતુ સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં પણ વાગી રહ્યો છે. આવું જ એક અનોખું સ્ટાર્ટઅપ મોરબીના યુવાને શરૂ કર્યું છે. જે હાલમાં જ 6 ઓગસ્ટના રોજ GNT TV (AAJTAK) પર પ્રસિદ્ધ થતાં હોર્સ સ્ટેબલ સિઝન-4 નામના શોમાં ટોપ 30માં પસંદ થયું હતું અને સારું એવું વેલ્યુએશન અને લાખો રૂપિયાની ડીલ પણ મેળવી હતી.

આ સ્ટાર્ટઅપ અંગે વાત કરીએ તો, મૂળ મોરબી જિલ્લાના બિલીયા ગામના અને હાલ મુંબઇ સ્થાયી થયેલા સાવનભાઈ સાણંદિયા અને તેમની ટીમ દ્વારા માસ્ટર કોડર (master koder) નામે એક અનોખું સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યું છે. આ સ્ટાર્ટઅપ મોરબીનું સૌપ્રથમ એજ્યુકેશન.ટેક (EdTech) સ્ટાર્ટઅપ ગણવામાં આવે છે. સાવન સાણંદિયા અને તેમની ટીમ દ્વારા માસ્ટર કોડર થકી વિદ્યાર્થીઓને કોડિંગ શીખવવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીના યુવાનનું આ સ્ટાર્ટઅપ સ્થાનિક પૂરતું સીમિત ન રહેતા રાષ્ટ્રીય કક્ષાએ GNT TV (આજતક) પર પ્રસિદ્ધ થતાં હોર્સ સ્ટેબલ સિઝન-4 નામના ટીવી શોમાં ટોપ-30માં પસંદ થયું હતું અને આ શોમાંથી તેમને 50 લાખની ડિલ અને 4 કરોડનું વેલ્યુએશન મળ્યું છે.

- text

આ સ્ટાર્ટઅપ અંગે મોરબી અપડેટ સાથે વાત કરતાં સાવનભાઈ સાણંદિયાએ જણાવ્યું હતું કે, આ સ્ટાર્ટઅપ થકી હાલ અમે 15 શાળાઓ સાથે ટાઈઅપ કરેલું છે અને આ શાળાના વિદ્યાર્થીઓને નિષ્ણાંત શિક્ષકો દ્વારા કોડિંગ શિખવાડવામાં આવી રહ્યું છે. આ પ્રકારના સ્ટાર્ટઅપનો આઈડિયા તેઓને કોરોના કાળમાં સ્કૂલો બંધ થતાં આવ્યો હતો. હાલ તેઓએ નાની સ્કૂલથી લઈને ઇન્ટરનેશનલ કક્ષાની સ્કૂલ સાથે ટાઇઅપ કરેલું છે અને ઓનલાઈનના માધ્યમથી તેઓ વિદ્યાર્થીઓને કોડિંગનું જ્ઞાન આપી રહ્યા છે.

- text