બપોરે 2થી4 સુધીમાં ટંકારામાં એક અને હળવદ અડધો ઇંચ વરસાદ

- text


મોરબી, માળીયા અને વાંકાનેરમાં ધીમીધારે વરસાદ

મોરબી : દસેક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજા મન મૂકીને વરસવા માટે અધીરા બન્યા હોય તેમ આજે સવારથી સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ છવાયો છે. મોરબી જિલ્લામાં પણ સવારથી મેઘ પધરામણી થઇ છે ત્યારે સવારે બપોરે 2 થી 4 દરમિયાન ટંકારામાં એક અને હળવદ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આજે બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં માળીયા તાલુકામાં 5 મીમી, હળવદમાં 15 મીમી, મોરબીમાં 8 મીમી અને વાંકાનેરમાં 6 અને ટંકારા તાલુકો આખો દિવસ કોરા ધાકડ રહ્યા બાદ બપોરે 2થી4 દરમિયાન 23 મિમી એટલે એક ઇંચ વરસાદ પડ્યો છે. હજુ જિલ્લામાં ધીમીધારે મેઘસવારી યથાવત રહી છે.

- text

- text