અંધશ્રદ્ધામાં દોરાયા વગર ગૌવંશને બચાવવા રસીકરણ કરાવવા મોરબી વડવાળા સંગઠનની માલધારી સમાજને અપીલ

- text


વહીવટી તંત્રના સહયોગથી વડવાળા સંગઠન મોરબી દ્વારા સઘન રસીકરણ અભિયાન શરૂ : રેઢિયાળ ગૌવંશ માટે ખાસ નંબર જાહેર કરાયો

મોરબી : મોરબીમાં માલધારી સમાજના હિતો જાળવવા માટે સક્રિય રહેતું વડવાળા યુવા સંગઠન હાલ લંપી વાયરસ સામે પશુઓને બચાવવા માટે મેદાને આવ્યું છે.જો કે તંત્ર દ્વારા હાથ ધરાયેલા રસીકરણમાં ટૂંકાગાળામાં હજારો પશુઓને આવરી લેવા મુશ્કેલ હોવાથી વડવાળા યુવા સંગઠન યુવા સંગઠન દ્વારા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને માલધારી સંગઠનને અંધશ્રદ્ધામાં દોરવાયા વગર વહેલી તકે ગૌમાતાને રસી મુકવા અપીલ કરી છે.

વડવાળા યુવા સંગઠન- મોરબી દ્વારા મચ્છુકાંઠા રબારી ભરવાડ સમાજ જોગ જાહેર અપીલ કરવામાં આવી છે કે, હાલ વર્તમાન પરિસ્થિતિમાં ગૌ માતામાં આવેલ લંપી નામનો રોગ ફાટી નીકળેલો છે.આથી આ રોગથી ગૌધન બચાવવા માટે ગૌવંશને રસી મૂકવાનું અભિયાન વડવાળા યુવા સંગઠન દ્વારા ચલાવવામાં આવી રહ્યું હોય તો જે કોઈ ગામમાં કે શહેરમાં ગૌ માતાને રસી મૂકવાની બાકી હોય તો વડવાળા યુવા સંગઠનનો સંપર્ક કરે દરેક ગામ પહોંચીને રસીકરણ કરવામાં આવશે. રસીકરણ માટે નવઘણ ભાઈ રબારી મો. 9979337300, જીવણ ભાઈ રબારી મો.9737174000 અને મોતીભાઈ રબારી મો. 9979473216 ઉપર સંપર્ક કરવો.

- text

વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક તથા માલધારી અગ્રણી દેવેનભાઈ રબારીએ કહ્યું હતું કે, ભરવાડ અને રબારી સમાજના લોકો કેટલીક ગેર માન્યતા અને અંધશ્રદ્ધાથી દોરાઈને પશુઓનું રસીકરણ કરાવતા નથી. પણ પોતાના આ ખતરનાક રોગથી પશુઓને બચાવવા માટે આ રસીકરણ શ્રેષ્ઠ ઉપાય છે. હાલના ટેકનોલોજીના યુગમાં કોઇપણ પ્રકારની ગેર માન્યતા અને અંધશ્રદ્ધાથી દોરાયા વગર પશુઓનું રસીકરણ ઝડપથી કરાવે તો તેમના પશુધન સલામત રહેશે.રસીકરણ કરવા અનુરોધ કર્યો છે.

- text