ટંકારાના મેઘપર ઝાલા ગામના 26 સૈન્ય જવાનોનું કરાયું સન્માન

- text


ટંકારા: ટંકારા તાલુકામાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત મેઘપર ઝાલા ગામના અને સૈન્યમાં ફરજ બજાવતાં 26 સપૂતોનો સન્માન કાર્યક્રમ મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં યોજાયો હતો.

ગામના દેશ સેવામાં જોડાયેલા 26 જવાનોના સન્માનનો કાર્યક્રમ મેઘપર ઝાલા શાળા પરિવાર તથા મેઘપર ઝાલા સમસ્ત ગામ દ્વારા યોજાયો હતો. ગામના 26 જેટલા યુવાનો સૈન્યમાં ફરજ બજાવી રહ્યા છે અને ઘણા યુવાનો નિવૃત્ત પણ થયા છે ત્યારે તેઓનું સન્માન રવિરામબાપુ, સરપંચ, ઉપસરપંચ તથા પંચાયતના સભ્યો અને ગ્રામજનો દ્વારા કરાયું હતું. આ પ્રસંગે મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય રોહિતભાઈ ચીકાણી દ્વારા કરાયું હતું. કાર્યક્રમની અન્ય વ્યવસ્થા મનસુખભાઇ, હેતલબેન, જાગૃતિબેન તેમજ રસ્મિતાબેન દ્વારા કરાઈ હતી તથા આભારવિધિ જાનકીબેન દ્વારા કરવામાં આવી હતી. મહત્વનું છે કે ટંકારા તાલુકામાં સૌથી વધુ જવાનો મેઘપર ઝાલા ગામના દેશ સેવામાં ફરજ બજાવી રહ્યા છે.

- text

- text