કોંગ્રેસ અગ્રણીનો આક્ષેપ : મોરબી પાલિકાના 6 ટકા કમિશનને લીધે શહેર ખાડા નગરી બન્યું

- text


ભાજપ શાસિત નગરપાલિકામાં ૬ ટકા કમિશનના કારણે હાલ ભારે વરસાદમાં મોરબીવાસીઓ બેહાલ બની ગયાનો ચોંકાવનારો કોંગ્રેસનો આક્ષેપ

મોરબી : મોરબીના કોંગ્રેસ અગ્રણી મહેશ રાજ્યગુરુએ મોરબી શહેરની ભાજપ શાસિત એ ગ્રેડની નગરપાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં સરેઆમ નિષ્ફળ ગયેલ હોવાનું જણાવી આજ મોરબી શહેરમાં વરસાદી માહોલમાં ઠેર ઠેર પાણી ભરાય ગયા છે પાલિકાનો પ્રિ મોન્સુન પ્લાન સાવ નિષ્ફળ ગયો છે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાય છે રોડ રસ્તા નબળાં અને લેવલ વગરના કામને કારણે પાણીના નિકાલ ન હોવાનું જણાવ્યું હતું.

મહેશભાઈ રાજ્યગુરુએ પાલિકા પ્રમુખના પતિના ૬ ટકા કમિશનના કારણે રોડ રસ્તા તૂટી ગયા જ્યા ત્યાં રોડ રસ્તા ઉપર ખાડાઓનું રાજ હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના કારણે મોરબીની પ્રજાને ખાડા પડી ગયા હોયને વાહન લઈને નીકળવું મુશ્કેલ છે. રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં ખાડાના કારણે વાહનમાં મેન્ટન્સ વઘી જાય છે.લોકોને મણકા અને કમરમાં દુખાવાની બીમારી પાલિકાની અણઆવડતના કારણે મફત માં મળે છે.

- text

વધુમાં તેઓએ આક્ષેપ કર્યા હતા કે, પ્રજાને ભાજપ પક્ષ દ્વારા ચૂંટણી સમયે મસ મોટા અને ખોટા વચનો આપેલ કે તેઓને પાલિકામાં ચૂંટી મોકલો અને મોરબી શહેરને પેરીસ બનાવશું અને પ્રજાએ પણ ગુમરાહ થઈને ભાજપને બાવને બાવન સીટ આપી પૂર્ણ બહુમતી આપી છતાં મોરબીને પેરીસ તો ના બનાવી શક્યા પણ ખાડા ટેકરાવાળા નબળી ગુણવતાના ૬ ટકા કમિશન વાળા રોડ રસ્તા બનાવી આપ્યા અને એ પણ એકાદ બે માસમાં રોડ રસ્તા તૂટી ગયા શહેરને નર્કાગારમાં ફેરવી નાખવામાં અણ આવડત વગરના વહીવટને કારણે મોરબીની પ્રજા પ્રાથમિક સુવિધાથી વંચિત છે. ત્યારે પ્રજાએ પૂછવા માંગે છે તેમના ટેક્ષના પેસાનો ગેરઉપયોગ ક્યારે બંધ કરી શહેરની સુખાકારી માટે ક્યારે સારા રોડ રસ્તા આપશો. તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરૂની યાદીમાં જણાવ્યું છે.

- text