નર્મદા નહેરની સૌરાષ્ટ્રની મુખ્ય કચેરી લીંબડીને બદલે સુરેન્દ્રનગર ખસેડવા રજુઆત

- text


રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ

મોરબી : સરદાર સરોવર નર્મદા નિગમની સૌરાષ્ટ્રની મુખ્ય કચેરી રાજકોટ બાદ હવે લીંબડી ખસેડવામાં આવતા રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી આ કચેરી સુરેન્દ્રનગર ખાતે ખસેડવા માંગ કરી છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરતા પૂર્વ મંત્રી અને ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાએ જણાવ્યું છે કે, સરદાર સરોવર નર્મદા નિગમની સૌરાષ્ટ્રની મુખ્ય કચેરી અગાઉ રાજકોટ ખાતે કાર્યરત હતી પરંતુ આ નહેરનો મૂકી લાભ મોરબી, સુરેન્દ્રનગર, હળવદ પાટડી સહિતના વિસ્તારને મળતો હોય ખેડૂતોને રજુઆત માટે છે કે રાજકોટના ધક્કા ખાવામાં અગવડતા પડતી હોય વિરોધ ઉઠતા આ કચેરીને લીંબડી ખાતે સ્થળાંતર કરવામાં આવી છે.

- text

વધુમાં જયંતીભાઈ કવાડિયાએ રજુઆતમાં ઉમેર્યું છે કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં નર્મદા કેનાલનો લાભ લેતા ખેડૂતોને લીંબડી જવા આવવામાં ખુબજ અગવડતા પડે તેમ હોય સરદાર સરોવર નર્મદા નિગમની સૌરાષ્ટ્રની મુખ્ય કચેરી સુરેન્દ્રનગર ખાતે કાર્યરત કરવા માંગ કરી ખેડૂતોનો પ્રશ્ન ઉકેલવા માંગ ઉઠાવી છે.

- text