મોરબીમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો

- text


લાંબા સમય બાદ મેઘરાજાએ રૂષણા છોડીને મન મુકીને વરસી પડ્યા

મોરબી : મોરબીમાં આજે ભયાનક બફારા બાદ ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળે છે. હાલ પણ મેઘરાજાની સટાસટી ચાલુ રહી છે.

મોરબીમાં બપોરના 4 પછી આકાશમાં ભારે મેધાવી માહોલ સર્જાયો હતો. શરૂઆતમાં જોરદાર ઝાપટું વરસી ગયું હતું .પછી વરસાદ સાવ ધીમો પડ્યો હતો. થોડી મિનિટો બાદ મેઘરાજાએ ધુવાધાર બેટીંગ કરતા ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું અને ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ એકરસ થઈ જતા લોકો પણ ગેલમાં આવી ગયા હતા. આજે ભયાનક ગાજવીજ સાથે મેઘરાજાએ તોફાની ઇનિંગ ખેલતા ચારેકોર નદીના વહેણની જેમ પાણી દોડવા લાગ્યા હતા. મોરબી શહેર, સામાકાંઠા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળે છે. હાલ પણ વરસાદ ધોધમાર રૂપે ચાલુ છે.

- text

Varsad

- text