મોરબીમાં હવે જાહેરમાં ગાળાગાળી કે ઝઘડો કરશો તો ગ્યા સમજો 

- text


નીચી માંડલ નજીક ગાળાગાળી કરનાર અને વિસીપરામાં બખેડો કરનાર કુલ ત્રણ વિરુદ્ધ કાર્યવાહી : આવારા, લુખ્ખાઓ વિરુદ્ધ પોલીસની વિશેષ કાર્યવાહી

મોરબી : મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવા તમામ પોલીસ મથકોને અપાયેલ સૂચના રંગ લાવી રહી હોય હવે જાહેરમાં ગાળાગાળી કે બખેડો કરનારા તત્વો પણ પોલીસની ઝપટે ચડી રહ્યા છે. ગઈકાલે આવા જ બે બનાવોમાં નીચી માંડલ નજીક ગાળાગાળી કરનાર અને વિસીપરામાં બખેડો કરનાર કુલ ત્રણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા હવે મોરબીમાં લુખ્ખાગીરી કરતા તત્વો અકુંશમાં આવે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.

- text

મોરબી શહેર અને જિલ્લામાં આવારા, લુખ્ખા તત્વોને નાથવા પોલીસે એક, બે દિવસ નહીં પરંતુ કાયમી રીતે વિશેષ ઝુંબેશ ચાલુ કરી છે ત્યારે ગઈકાલે શહેરના વીસીપરામાં ધોળેશ્વર રોડ ઉપર જાહેરમાં બખેડો કરી છુટ્ટા હાથની મારામારી કરી રહેલા અહેમદહુશેન ઇબ્રાહીમભાઇ ભટ્ટી અને વિજયભાઇ ઉર્ફે જેન્તી સામંતભાઇ ઇન્દરીયાને સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી લઈ આઇપીસી કલમ ૧૬૦ મુજબ કાર્યવાહી કરી હતી.

એ જ રીતે મોરબી તાલુકા પોલીસે નીચી માંડલ ગામના બસ સ્ટેશન પાસેથી મુકેશભાઇ જીવણાભાઇ મઇડા નામના ઈસમને જાહેર જગ્યાએ અપશબ્દો બોલી અશોભનીય અસભ્ય વર્તન કરી જાહેર જનતાને ખલેલ પહોચે તે રીતે ઉપદ્રવ કરતા ઝડપી લઈ આઇપીસી કલમો મુજબ ગુન્હો નોંધી કાયદાના પાઠ ભણાવ્યા હતા.

- text