ચરાડવા નજીક રોંગ સાઈડમાં ધસી આવેલા ટ્રક ચાલકે બાઇકને હડફેટે લીધું 

- text


હળવદ : હળવદ – મોરબી હાઇવે ઉપર ચરાડવા નજીક રોંગ સાઈડમાં ધસી આવેલા ટ્રક ચાલકે બાઈક સવાર યુવાનને હડફેટે લઈ ટ્રક માથે ચડાવી દેતા યુવાનને ઈજાઓ પહોંચી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી ખાતે રહેતા અજીમભાઇ કાસમભાઇ પાયક ઉ.28નામના યુવાનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે હળવદ -મોરબી હાઇવે ઉપર ચરાડવા નજીક સામેથી આવતા RJ- 02 -GB -1750 નંબરના ટ્રક ચાલકે રોંગ સાઈડમાં ધસી આવી હડફેટે લેતા બન્ને પગના પંજા ઉપર ટ્રકના આગળના વ્હીલ ફરી વળ્યાં હતા અને પગમાં ફેકચર થઇ ગયું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટતા હળવદ પોલીસે અજીમભાઇની ફરિયાદને આધારે ટ્રક નંબરને આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text