મોરબી – માળીયા હાઇવે ઉપર ડમ્પરે હડફેટે લેતા દાદાની નજર સામે પૌત્રનું મૃત્યુ 

- text


નાગડાવાસ નજીક રસ્તો ક્રોસ કરતી વેળાએ માતેલા સાંઢની જેમાં આવતા ડમ્પરે બાઇકને ઝપટે ચડાવ્યું : અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી ગયો 

મોરબી : મોરબી – માળીયા હાઇવે ઉપર નાગડાવાસ ગામના પાટિયા નજીક રસ્તો ક્રોસ કરી રહેલા ડબલ સવારી બાઈકને માતેલા સાંઢ જેવા ડમ્પર ચાલકે અડફેટે લેતા દાદાની નજર સામે જ સગીરવયના પૌત્રનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત સર્જ્યા બાદ નિષ્ઠુર ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો.

અકસ્માતના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – માળીયા હાઇવે ઉપર પોતાના પૌત્ર સાથે બાઈક લઈને જઈ રહેલા અમરનગર ગામના પ્રેમજીભાઇ જેરામભાઇ ભીમાણી જુના નાગડાવાસ ગામના પાટીયાથી થોડે આગળ રસ્તો ક્રોસ કરવા જતા હતા ત્યારે અજાણ્યા ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક પાછળ બેઠેલા પ્રેમજીભાઇના પૌત્ર મુનાભાઇ ખોડાભાઇ ભીમાણી ડમ્પરના ટાયરમાં આવી જતા માથું છૂંદાઇ જતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

- text

અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક નાસી છુટતા પ્રેમજીભાઇ જેરામભાઇ ભીમાણીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૨૭૯,૩૦૪(અ) તથા MV ACT કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.

- text