મોરબી મૂકવું ગમતું નથી ! વિસીપરામાંથી હદપાર થયેલ શખ્સ ઝડપાયો 

- text


મોરબી : મોજીલું મોરબી આમ તો કોઈને છોડવું ગમે નહીં પરંતુ ગુન્હાખોરી આચરનારા તત્વો સુધરે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોરબી સહીત પાંચ જિલ્લામાંથી હદપાર કરાયેલો શખ્સ મોરબીમાં ફરતો મળી આવતા સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

એકશન મોડમાં આવેલી પોલીસ ગુન્હેગારો ઉપર મજબૂત સકંજો કસી રહી છે ત્યારે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસે યમુનાપાર્ક જવાના રસ્તે, નિધીપાર્કની પાછળ મફતીયાપરામાંથી અબુભાઇ ફતેમામદ કટીયા નામના શખ્સને મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ-ભુજ જિલ્લામાંથી હદપાર થયેલ હોવા છતાં મોરબીમાં મળી આવતા ઝડપી લીધો હતો અને આરોપી વિરુદ્ધ જી.પી.એકટ કલમ ૧૪૨ મુજબ કાર્યવાહી કરી હતી.

- text