મોરબીમાં ચામડાતોડ વ્યાજખોરોને ઝેર કરવા એસપી મેદાને

- text


લોકોનું જીવતર ઝેર કરતા વ્યાજખોરોને ઝેર કરવા ખાસ હેલ્પલાઇન શરૂ

મોરબી : મોરબીમાં ચામડાતોડ વ્યાજ વસુલતા વ્યાજખોરો ફાટીને ધુમાડે ગયા છે. વ્યાજખોરોના ત્રાસને કારણે કઈ કેટલાય જીવન બરબાદ થઈ ગયા છે. આમ છતાં વ્યાજખોરોનો ત્રાસ બંધ થવાને બદલે વધી રહ્યો હોવાથી મોરબીમાં લોકોનું જીવતર ઝેર કરતા વ્યાજખોરોને ઝેર કરવા એસપી મેદાને આવ્યા છે અને ખાસ હેલ્પલાઇન શરૂ કરી ઊંચું વ્યાજ વસુલતા વ્યાજખોરો સામે ઝુંબેશ શરૂ કરી છે.

મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે -દિવસે વધી રહ્યો છે અને દસ થી લઈ ત્રીસ-ત્રીસ ટકા કે તેથી પણ વધુ વ્યાજ વસુલવામાં આવી રહ્યું હોય આવા વ્યાજખોરોનો ભોગ બનનાર પીડિતોને ન્યાય મળી શકે એ માટે મોરબી પોલીસે હેલ્પલાઇન શરૂ કરી છે. જેમાં 9316847070 નબર ઉપર મોરબી જિલ્લામાં વ્યાજ વટાવનો ભોગ બનનાર કોઈપણ નાગરિક પોલીસનો સંપર્ક કરી શકશે. પોલીસ આ દિશામાં તત્કાળ કાર્યવાહી કરશે.

- text

આ હેલ્પલાઇન શરૂ કરતા જિલ્લા પોલીસવડા ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, આવા ઉંચા વ્યાજ દરે પૈસા આપતા હોય એની પાસેથી રૂપિયા લેવા નહીં અને સહકારી કે સરકારી બેંકોમાં નાણાં લેવા અને જે કોઈ વ્યાજખોરોનો ભોગ બન્યા હોય એ અમારી સામે આવે અમે તત્કાળ એક્શન લેશું. તેમજ આગામી સમયમાં ગેરકાયદે નાણાં ઘીરધારનો ધંધો કરતા લોકોની તપાસ કરી કાર્યવાહી કરશે.

- text