માળીયાના નાના દહીસરા ગામે વીજ શોક લાગતા પરિણીતાનું મૃત્યુ

- text


માળીયા : માળીયા તાલુકાના નાના દહીસરા ગામે રહેતા હસીનાબેન મુસાભાઇ સુમરા ઉ.45 નામના મહિલાને પોતાના ઘેર ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા વીજ શોક લાગતા માળીયા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text