ધ્રાંગધ્રા-હળવદ વિસ્તારના રૂ.૨૬.૫૮ કરોડના રોડ રસ્તા મંજુર કરાવતા ધારાસભ્ય સાબરીયા

- text


ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાની ભલામણથી ધ્રાંગધ્રા-હળવદ વિસ્તારના બાકી રહેલા રોડ પણ ટૂંક સમયમાં મંજુર કરવામાં આવશે.

હળવદ : હળવદ-ધાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારને જોડતા રોડ રસ્તા અતિ જર્જરિત હાલતમાં હોય જે અંગેની રજૂઆત ધારાસભ્ય સાબરીયા દ્વારા રાજ્ય સરકારમાં કરાઇ હતી આ રજૂઆતને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા ધાંગધ્રા- હળવદ વિસ્તારમાં રૂપિયા ૨૬.૫૮ કરોડના ખર્ચે રોડ રસ્તા મંજૂર કરવામાં આવ્યા છે. તો વધુમાં ધારાસભ્ય સાબરીયાએ જણાવ્યું હતું કે જે રોડ રસ્તા હજુ બાકી છે તે પણ આવતા દિવસોમાં રાજ્ય સરકારમાંથી મંજૂર કરાવી બનાવવામાં આવશે.

હળવદ તાલુકાના ક્યાં ગામોના રોડ કેટલા લાખ-કરોડના ખર્ચે બનશે.

(૧)સુંદરગઢથી પાંડાતીરથ રોડ, ખર્ચ ૧ કરોડ
(૨)ચરાડવા-સમલી-માથક-સુંદરી ભવાની રોડ,ખર્ચ ૨.૨૦ કરોડ
(૩)કવાડીયા એપ્રોચ રોડ,ખર્ચ ૫૦લાખ
(૪)અજીતગઢ એપ્રોચ રોડ,ખર્ચ ૨૫ લાખ
(૫)વાકીયા એપ્રોચ રોડ,ખર્ચ ૩૫ લાખ
(૬)માણેકવાડા થી ખેતરડી રોડ,ખર્ચ ૧.૨૦ કરોડ
(૭)ચરાડવા-સુસવાવ-ઈશ્વરનગર રોડ,ખર્ચ ૨ કરોડ
(૮)દિઘડીયા-ચીત્રોડી રોડ,ખર્ચ ૧.૫૦ કરોડ
(૯)ડુંગરપુર એપ્રોચ રોડ,ખર્ચ ૬૦લાખ
(૧૦)શિવપુર એપ્રોચ રોડ,ખર્ચ ૧ કરોડ
(૧૧)ટીકર થી જુના ઘાટીલા રોડ,ખર્ચ ૧.૨૦કરોડ

ધ્રાંગધ્રા તાલુકાના ક્યાં ગામોના રોડ કેટલા લાખ-કરોડના ખર્ચે બનશે.?

- text

(૧)જસાપર-ભેચડા રોડ,ખર્ચ ૧.૭૫ કરોડ
(૨)ઈશ્વરુયા મહાદેવ રોડ એપ્રોચ, ખર્ચ ૩૦લાખ
(૩)જેસડા-નરાળી રોડ,ખર્ચ ૨.૨૦કરોડ
(૪)પ્રથુગઢ-દેવચરાડી રોડ, ખર્ચ ૧ કરોડ
(૫)રાવળીયાવદર-રાયગઢ રોડ,ખર્ચ ૧.૩૦કરોડ
(૬)સોલડી-બાવળી રોડ, ખર્ચ-૩.૬૦કરોડ
(૭)કોંઢ-કનકેશ્વર રોડ,ખર્ચ ૧ કરોડ
(૮)ગુજરવદી ધોળી(મીસીંગલીંક) ખર્ચ ૭૦લાખ
(૯)એસ.એચ.ટૂ રાજપર રોડ, ખર્ચ ૮૦લાખ
(૧૦)પીપળા એપ્રોચ રોડ,ખર્ચ ૩૦લાખ
(૧૧)બાવળી-ફુલકુ ડેમથી જસાપર ગામને જોડતો રસ્તો, ખર્ચ ૧ કરોડ
(૧૨)કંકાવટી-રણમલપુર રોડથી નાગડુંગરા જવાનો રસ્તો, ખર્ચ ૮૦લાખ

ઉપરોક્ત ગામોના રોડને મંજૂરી આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદીનો તેમજ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાનો ધાંગધ્રા-હળવદના ભાજપના અગ્રણીઓએ આભાર માન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ધાંગધ્રા-હળવદના જે ગામોના રોડ મંજૂર થયા છે તે અતિર્જજરી હાલતમાં હોય જેથી લોકોને પણ આ રોડ પરથી પસાર થવું ભારે મુશ્કેલ બન્યું હતું આથી રોડ બનાવવા માટે મંજૂરી મળતા લોકોને રાહત થઇ છે પણ ખરેખર આ રોડ બન્યા બાદ જ લોકોની મુશ્કેલી હલ થશે.

- text