જેનું ખાધું એનું જ ખોદયું ! જમ્યા બાદ ઘેર જવાનું કહેતા ભાઈએ ભાઈ ભાભીને માર્યા

- text


હળવદ તાલુકાના પાંડાતિરથ ગામેની ઘટનામાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદ તાલુકાના પાંડાતિરથ ગામે કૌટુંબિક ભાઈના ઘરે ભોજન લીધા બાદ ભાઈએ ઘેર જવાનું કહેતા માથાફરેલા ભાઈએ ભાઈ અને ભાભીને ગાળો આપી મોટાબાપુની મદદથી ભાઈ અને ભાભીને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા ખાધું એનું જ ખોદયું ઉક્તિ જેવા કિસ્સામાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે પાંડાતિરથ ગામના રમેશભાઇ લીલુભાઇ ડાભીએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગઈકાલે પોતે ભોજન કરતા હતા ત્યારે તેમનો કૌટુંબીક ભાઈ હસમુખ કુકાભાઈ ડાભી તેમના ઘેર આવ્યો હતો અને મને ભૂખ લાગી છે જમવું છે તેમ કહેતા તેને જમાડયો હતો. બાદમાં તેમને સૂવું હોય હસમુખને ઘેર જવા કહેતા હસમુખ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો ભાંડતા ફરિયાદી રમેશભાઇ અને તેમના પત્નીએ ગાળો નહિ બોલવા કહ્યું હતું.

- text

બીજી તરફ થોડો સમય બાદ આરોપી હસમુખભાઇ કુકાભાઇ ડાભી તેમજ તેના મોટાબાપુ ગોવિંદભાઇ ભુદરભાઇ ડાભી અને મહેશભાઇ શંકરભાઇ ડાભી લોખંડના પાઇપ તેમજ ધોકા સાથે આવી રમેશભાઈ તેમજ તેમના પત્ની બીજરાબેન ઉપર હુમલો કરી આડેધડ માર મારતા ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ હળવદ બાદ મોરબી ખસેડવામાં આવ્યા હતા જ્યાં રમેશભાઈને વધુ ઇજાઓ હોય સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે રમેશભાઈની ફરિયાદને આધારે હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text