નીચી માંડલ નજીક ખેતરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

- text


મોરબી : મોરબી હળવદ હાઇવે ઉપર નીચીમાંડલ ગામની સીમમાં સેગા સીરામીક નામના કારખાનાની બાજુમાં આવેલ બાબુભાઇ પ્રભુભાઇ કુંડારીયાના ખેતરમાં ગઈકાલે બપોરે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ નીચીમાંડલ ગામની સીમમાં સેગા સીરામીક નામના કારખાનાની બાજુમાં આવેલ બાબુભાઇ પ્રભુભાઇ કુંડારીયાના ખેતરમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો. અંદાજે 40 વર્ષની ઉંમરના આ અજાણ્યો પુરુષ મધ્યમ બાંધાનો છે, ગળાના ભાગે કાળો દોરો તથા જમણા હાથની કલાઇ પર MINA ત્રોફાવેલ હોવાનું પોલીસે જાહેર કરી મૃતકના વાલી વારસોની શોધખોળ હાથ ધરી છે.

- text