ધોરણ – 10ના પરિણામમાં મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે

- text


મોરબી જિલ્લાનું સરેરાશ 73.79 ટકા પરિણામ : 304 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં

મોરબી : ધોરણ 12 સાયન્સની જેમ જ ધોરણ 10માં પણ મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓએ સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવી મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. માર્ચ 2022માં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષામાં મોરબી જિલ્લાનું સરેરાશ 73.79 ટકા પરિણામ જાહેર થયું છે અને જિલ્લાના 304 વિદ્યાર્થીઓએ એ – વન ગ્રેડ મેળવ્યો છે.

માર્ચ 2022માં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષામાં મોરબી જિલ્લાના કુલ 11535 વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા જેમાંથી 11421 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે જાહેર થયેલ પરિણામ મુજબ જિલ્લાનું સરેરાશ પરિણામ 73.79 ટકા જાહેર થયું છે. જે સમગ્ર રાજ્યમાં સૌથી ઉંચા પરિણામમાં બીજા ક્રમે છે. નોંધનીય છે કે જિલ્લાની 10 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે.

- text

આજે જાહેર થયેલા પરિણામ મુજબ મોરબી જિલ્લાના 304 વિદ્યાર્થીઓએ એ- વન ગ્રેડ, 1226 વિદ્યાર્થીઓએ એ- ટુ ગ્રેડ, 1770 વિદ્યાર્થીઓને બી – વન ગ્રેડ, 2128 વિદ્યાર્થીઓને બી-ટુ ગ્રેડ, 2000 વિદ્યાર્થીઓને સી-વન અને 948 વિદ્યાર્થીઓને સી – ટુ ગ્રેડ મળ્યો છે. જ્યારે 52 વિદ્યાર્થીઓ ડી ગ્રેડમાં આવ્યા હતા.

- text