હળવદ દુર્ઘટના : કારખાનેદાર દ્વારા મૃતકોને 5 – 5 લાખની સહાય જાહેર કરાઈ

- text


દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને 2-2 લાખ ચૂકવાશે

હળવદ : હળવદ જીઆઇડીસીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગી 12 શ્રમિકોના પરિવારજનોને કારખાનેદાર દ્વારા રૂપિયા 5 – 5 લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા 2 – 2 લાખની સહાય આપવાનું મુખ્યમંત્રીની હાજરીમાં જાહેર કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ જીઆઇડીસીમાં ક્રિષ્નારામ ચૌધરી, રાજેશકુમાર જૈન અને અલરખાભાઈ યાકુબભાઈ ધોણીયા નામના ત્રણ ભાગીદારોની સાગર સોલ્ટ નામની ફેકટરી આવેલ છે. આ ફેક્ટરીની દીવાલ ધસી પડવાથી 12 લોકોના કરુણ મૃત્યુ નિપજવાની સાથે ત્રણ શ્રમિકોને ઇજાઓ પહોંચતા કારખાનેદારના ભાગીદારો વતી તેમના સંચાલક ઇબ્રાહિમભાઈ ધોણીયાએ તમામ હતભાગી મૃતકોના પરિવારજનોને રૂપિયા 5 – 5 લાખ તેમજ ઇજાગ્રસ્ત બનેલા શ્રમિકોને ત્રણ – ત્રણ લાખની સહાય આપવાનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે બીજું બાજુ આ ઘટનામાં કારખાનાના સંચાલકો સામે બેદરકારીનો ગુન્હો નોંધવા પણ પોલીસ તજવીજ હાથ ધરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

- text

- text