મોરબી નગરપાલિકાને દોઢ મહિનામાં દોઢ કરોડથી વધુની આવક

- text


રિબેટ અને વ્યાજમાફી યોજનાએ નગરપાલિકાની તિજોરી છલકાવી
85 હજાર જેટલા કરદાતા પૈકી 3 હજારથી વધુ લોકોએ પ્રમાણિકતા દાખવી વેરો ભર્યો, હજુ સરકારી કચેરીઓના કરોડો રૂપિયા બાકી

મોરબી : મોરબી નગરપાલિકાની રિબેટ અને વ્યાજમાફી યોજનાએ તિજોરી છલકાવી હતી. મોરબી નગરપાલિકાને કરવેરામાં છેલ્લા દોઢ માસ જેટલા સમયગાળામાં દોઢ કરોડથી વધુની આવક થઈ છે. મોરબીના 85 હજાર જેટલા કરદાતા પૈકી 3 હજારથી વધુ લોકોએ પ્રમાણિકતા દાખવી વેરો ભર્યો છે. જો કે હજુ સરકારી કચેરીઓના કરોડો રૂપિયાના કરવેરા બાકી રહ્યા છે.

મોરબી નગરપાલિકામાં ચાલુ વર્ષના કરવેરા તા.1 એપ્રિલથી ભરવાનું શરૂ થતાં જ લોકોની શરુઆતમાં જ કતારો લાગવા માંડી છે. જેથી નગરપાલિકાને કરવેરામાં માત્ર દોઢ જ મહિનામાં એટલે તા.13 મેં સુધીમાં રૂ.1, 58, 95,687 જેવી આવક થઈ છે. જેમાં પાછલા વર્ષની રૂ.94.89, 669 અને ચાલુ વર્ષની રૂ.646018 જેટલા કરવેરાનો સમાવેશ થાય છે. ખાસ કરીને આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ સરકારની ખાસ રિબેટ યોજનામાં ચડત વ્યાજ હોય તો તેની માફો આપવામાં આવે છે.આ યોજનાને મેં મહિના સુધી લંબાવવામાં આવી છે. એટલે આ રિબેટ યોજના હેઠળ રૂ.20,82,416ની વ્યાજ માફી આપવામાં આવી છે. જ્યારે મોરબી પાલિકાની અલગથી 10 ટકા વ્યાજમાફીની સ્કીમ સપ્ટેમ્બર મહિના સુધી લાગુ કરવામાં આવી છે. આ 10 ટકા વ્યાજમાફીની સ્કીમ હેઠળ કરદાતાઓને રૂ.3,70,483 ની કર રાહત આપવામાં આવી છે. આ રીતે રૂ.24,52,899ની વ્યાજમાફી આપવામાં આવી છે.

રિબેટ યોજનાને હવે 15 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે.ત્યારે બાકીના કરદાતાઓને હજુ પણ રિબેટ યોજનોનો લાભ લેવાની તક છે.જો કે ગત વર્ષે રિબેટ યોજનાને કારણે નગરપાલિકાને સારી એવી આવક થઈ હતી. આ વખતે પણ શરૂઆત સારી થતા આ વર્ષના અંત સુધીમાં નગરપાલિકાનો કરવેરોનો કુલ ટાર્ગેટ પૂરો થઈ જવાની આશા બંધાય છે. જો કે હજુ ઘણી સરકારી કચેરીઓના કરોડોના કરવેરા બાકી છે . સાથેસાથે મોટા અસામીઓ પણ હજુ કરવેરા ભરવામાં નાદારી કરે છે. એક અંદાજ મુજબ રેસિડેન્સ 62521, કોર્મિશયલ 22273 જેટલા છે.આટલા મિલ્કતધારકોમાંથી હજુ ચાલુ વર્ષમાં 3680 લોકોએ વેરો ભર્યો છે.

- text

- text