વાંકાનેરમાં ‘મધર્સ ડે’ના દિવસે માતા-બાળકનો ભેટો કરાવતી અભયમ હેલ્પલાઇન

- text


વાંકાનેર : વાંકાનેરમાં ઘરેલુ ઝગડાના કારણે આઠ માસના બાળકને લઈ માતા પિયર જતી રહી હતી.ત્યારે તેના પતિ બાળકને લઇ જતા રહ્યા હોવાથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરતા પિતાને સમજાવી મધર્સ ડે પર માતા-બાળકનો ભેટો કરાવી આઠ માસના બાળકને તેની માતાના વાત્સલ્યની હૂંફ અપાવી હતી.

તા.૮/૫/૨૨ના રોજ એટલે મધર્સ ડેના દિવસે વાંકાનેર તાલુકામાંથી 181 અભયમ મહિલા હેલ્પલાઇન સેવામાં એક પીડિત મહિલાનો કોલ આવેલ હતો કે તેના આઠ વર્ષના બાળકને તેના પતિ લઈને જતા રહ્યા છે.મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્થિત 181 અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી અને પીડિતાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું હતું કે પીડિતાનાં લગ્નને ત્રણ વર્ષ થયા છે અને તેને આઠ માસનું નાનું બાળક છે.સાસરીમાં અવાર નવાર થતા ઝગડાથી કંટાળીને આઠ માસના બાળક સાથે પિયરમાં આવેલ હતી .

- text

તેમના પતિ તેને સાસરીમાં લઈ જવા આવેલા હતા પરંતુ વારંવાર ઝગડાઓથી કંટાળી સાસરીમાં પાછી જવા માંગતા ન હતી.તેથી તેના પતિ તેના આઠ માસના નાના બાળકને લઈને જતા રહ્યા હતા.પીડિતાને આશ્વાસન આપી,તેના સાસરીમાં સાથે લઈ જઈ ત્યાં બંન્ને પક્ષોનું કુશળ કાઉન્સિલિંગ કરી નાના બાળક અને ઘરમાં થતાં નાના મોટા ઝગડાઓ બાબતે સમાધાનકારી નિરાકરણ લાવતા તેના પતિએ રાજીખુશીથી બાળકને તેના પત્નીને સોંપ્યું હતું. આમ મધર્સ ડેના દિવસે માતાની હુંફથી વંચિત આઠ માસના નાના બાળકને તેની માતા સાથે મિલન કરાવેલ હતું.

- text