મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીની સાધારણ સભા યોજાઈ

- text


સભાના અધ્યક્ષ તરીકે મંડળીના પ્રમુખની વરણી કરાઈ : 15℅ ડિવિડન્ડ જાહેર કરાયું

મોરબી : મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીની 26મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.જેમાં સભાના અધ્યક્ષ તરીકે મંડળીના પ્રમુખની વરણી કરવામાં આવી હતી.તેમજ મંડળીના મંત્રી દ્વારા મંડળીનો 26મો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.તથા મંડળીના પ્રમુખે પોતાનું વક્તવ્યમાં જણાવ્યું હતું કે 15℅ ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે.

મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીની 26મી વાર્ષિક સાધારણ સભા તાલુકા શાળા નંબર-1,બુનિયાદી કન્યા શાળા ખાતે ગત તા.7ના રોજ યોજાઈ ગઈ.સાધારણ સભાની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.સર્વધર્મ પ્રાર્થના બાદ સભાના અધ્યક્ષ તરીકે મંડળીના પ્રમુખ કલ્પેશભાઈ મહોતની વરણી કરવામાં આવી હતી.

સાધારણ સભામાં ઉપસ્થિત આર.ડી.સી.બેંક મોરબીના ઝોનલ ઓફિસર ચેતનભાઈ ભુત, આર.ડી.સી. બેંક મોરબીના મેનેજર અતુલભાઈ કાલરિયા,નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ટી.પી.ઇ.ઓ. મોરબી સી.સી. કાવર,કે.નિ.અશોકભાઈ વડાલિયા તેમજ મનનભાઈ બુદ્ધદેવ,રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા,મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી દિનેશભાઈ હુંબલ,એચ.ટાટ સંઘના પ્રમુખ વિનોદભાઈ ગોધાણી, મોરબી તાલુકા ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીના પ્રમુખ શૈલેષભાઈ ધાનજા,મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી ભાવેશભાઈ કૈલા,મોરબી ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અશ્વિનભાઈ દલસાણિયા,ઓડિટર ફુલતરિયા તથા તમામ મંચસ્થ મહાનુભાવોનું કારોબારી સભ્ય કે.એન.માનસેતા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું કારોબારીના સભ્યો દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.મંડળીના મંત્રી જયેશભાઈ બાવરવા દ્વારા મંડળીનો 26મો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.નિવૃત્ત થઈ રહેલ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ટી.પી.ઇ.ઓ.મોરબી સી.સી. કાવરના પ્રશસ્તિ પત્રનું વાંચન ચિત્રકૂટ એવોર્ડ વિજેતા વિજયભાઈ દલસાણિયા દ્વારા કરવામાં આવ્યું હતું.સી.સી.કાવરનું શ્રીફળ,પડો અને સાલ ઓઢાડી ચેતનભાઈ ભુત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

- text

તેમજ કારોબારી સભ્ય સંજય બાપોદરિયા ‘સંગી’ દ્વારા સી.સી. કાવરનું સ્વરચિત સચિત્ર બાળકાવ્યસંગ્રહ ‘પાંખ મળે તો…’ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સી.સી. કાવરે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા પ્રાસંગિક પ્રવચન રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંડળીના પ્રમુખ કલ્પેશભાઈ મહોતે પોતાનું વક્તવ્યમાં જણાવ્યું હતું કે 15℅ ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું હતું. જેને તમામ સભાસદોએ તાળીઓના ગડગડાટથી વધાવ્યું હતું. કારોબારી સભ્ય વિક્રમભાઈ ડાંગર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મંડળીના મંત્રી જયેશભાઈ બાવરવા દ્વારા કરવામાં આવ્યું હતું. મંડળીની 26મી વાર્ષિક સાધારણ સભાને સફળ બનાવવા મંડળીના તમામ કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.અંતે રાષ્ટ્રગાન સાથે સાધારણ સભા પૂર્ણ કરવામાં આવી હતી.

- text