વાંકાનેરમાં આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં આજે ધામધૂમથી રુક્મિણી વિવાહની ઉજવણી કરાશે

- text


મોરબીના બરાસરા પરિવારની પુત્રી રુક્મિણીજી બનનાર હોવાથી દંપતી કન્યાદાનનો લ્હાવો લેશે

વાંકાનેર : વાંકાનેરમાં આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં આજે રુક્મિણી વિવાહનો પ્રસંગ યોજાનાર છે. જેમાં મોરબી નિવાસી ઘનશ્યામભાઈ બરાસરાના પુત્રી રુક્મિણીજી બનનાર હોવાથી ઘનશ્યામભાઈ બરાસરા કન્યાદાનનો લ્હાવો લેશે.

વાંકાનેર મુકામે જય અંબે ગરબી મંડળ (પ્રજાપતિ ગ્રુપ) આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ અંતર્ગત તારીખ આજે તા. 9ને સોમવારનાં રોજ બપોરે 4 વાગ્યે રૂક્ષમણી વિવાહનો પાવન પ્રસંગ યોજાનાર છે. જેમાં મોરબીના ઘનશ્યામભાઈ લવજીભાઈ બરાસરા (ૐ સાંઈરામ મોબાઈલ)ના દીકરી કાવ્યા રુક્મિણીજી બનવાના છે. તો ઘનશ્યામભાઈના દ્વારા કન્યાદાન આપવામાં આવશે.

- text

વાંકાનેરમાં મિલ પ્લોટ ખાતે રેલવે ફાટક પાસે નીલકંઠ મહાદેવ મંદિરમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ અંતર્ગત રુક્મિણી વિવાહ ધામધૂમથી ઉજવવામાં આવનાર છે. તો સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ અને ધર્મપ્રેમી જનતાને આ રુક્મિણી વિવાહનો લ્હાવો લેવા આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

- text