ફટ છે….. સાવકા બાપ અને ભાઈએ સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું

- text


મોરબીમાં દુષ્કર્મની વધુ એક ઘટના : સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં બનેલી ઘટના

બે મહિનાથી સાથે રહેતા સાવકા બાપ અને દીકરાએ માનસિક અસ્થિર સગીરાને શિકાર બનાવી

મોરબી : મોરબીમાં સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા ત્રણ મવાલીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના હજુ તાજી જ છે ત્યાં ગઈકાલે મોરબીની સિરામીક ફેક્ટરીના લેબર ક્વાટર્સમાં હળાહળ કળિયુગના દર્શન કરાવતી ધિક્કારજનક ઘટના સામે આવી છે. છેલ્લા બે મહિનાથી મહિલા સાથે રહેતા નરાધમ સાવકા બાપ અને દીકરાએ મહિલાની આગલા ઘરની સગીર માનસિક અસ્વસ્થ દીકરીને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજારતા આ મામલે મહિલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

પિતા-પુત્રીના સંબંધને શર્મસાર કરતી આ ઘટનાની વિગત જોઈએ તો મોરબી તાલુકા વિસ્તારમાં આવેલ સીરામીક ફેકટરીના લેબર ક્વાટર્સમાં રહેતી એક પુત્રીની માતા એવી મહિલાએ બે મહિના પહેલા પોતાની સાથે જ કામ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી કમલેશ કરશન વાઘેલા સાથે આંખો મળી જતા પતિ-પત્નીની જેમ રહેતા હતા સાથે કમલેશનો પુત્ર સુનિલ પણ પરિવારની જેમ રહેતો હતો.

દરમિયાન સાવકા બાપ એવા કમલેશ કરશન વાઘેલા અને તેના પુત્ર સુનિલ કમલેશ વાઘેલાએ મહિલાની સગીરવયની પુત્રી ઉપર નજર બગાડી વારંવાર દુષ્કર્મ આચરતા આ બાબતની જાણ મહિલાને થતા ગઈકાલે મોરબી તાલુકા પોલીસ મથકમાં દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવી છે. હાલ તાલુકા પીઆઇ વી.એલ.પટેલ દ્વારા તપાસનો દૌર સંભાળી લેવામાં આવ્યો છે અને સગીરા માનસિક અસ્વસ્થ હોય મેડિકલ તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

- text