મોરબીના બધુંનગર પાસે બાઈક સ્લીપ થતા પોલીસકર્મીનું મોત

- text


વાંકાનેરથી મોરબી આવતી વખતે નડ્યો અકસ્માત, પોલીસકર્મીના આકસ્મિક અવસાનથી પોલીસ બેડામાં ઘેરોશોક

મોરબી : મોરબીના બધુંનગર પાસે બાઈક સ્લીપ થતા પોલીસકર્મીનું મોત નીપજ્યું હતું. જો કે આજે સવારે વાંકાનેરથી મોરબી આવતી વખતે આ જીવલેણ અકસ્માત નડ્યો હતો. પોલીસકર્મીના આકસ્મિક અવસાનથી પોલીસ બેડામાં ઘેરોશોક વ્યાપી ગયો છે.

મોરબી તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પરસોતમ ચોક વિસ્તારમાં રહેતા અને મોરબી પોલીસ હેડ કવાટર્સમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા જીતેશભાઈ નાનજીભાઈ રાઠોડ (ઉ.વ.44) નામના પોલીસકર્મી આજે સવારે પોતાના બાઈક ઉપર વાંકાનેરથી મોરબી તરફ આવી રહ્યા હતા. ત્યારે મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બધુંનગર ગામ પાસે પહોંચતા બાઈક અચાનક સ્લીપ થઈ જતા પડી જવાથી માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમને તાકીદે સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં ગંભીર રીતે ઘવાયેલા આ પોલીસકર્મીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવથી તેમના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text