ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની શુટીંગ વોલીબોલ ટુર્નામેન્ટમાં ઉમા સ્પોર્ટ્સની ટીમ ચેમ્પિયન

- text


વિવેકાનંદ સ્પોર્ટસ હળવદની ટીમ રનર્સઅપ બની

મોરબી : મોરબી જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત શુટીંગ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઇ હતી. આ ટુર્નામેન્ટમાં ઉમા સ્પોર્ટ્સ મોરબીની ટીમ વિજેતા બની છે. જ્યારે વિવેકાનંદ સ્પોર્ટ્સ હળવદની ટીમ રનર્સઅપ બની છે.

મોરબી જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત શુટીંગ વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન મોરબી જિલ્લા રમતગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરાની અધ્યક્ષતામાં તથા પ્રાંત યુવા વિકાસ અધિકારી નાકિયા, ખેલ મહાકુંભ જિલ્લા કન્વીનર બાબુભાઈ હુંબલ તથા અશોકભાઈ પટેલની ઉપસ્થિતિમાં મોહમદી લોકશાળા, ચંદ્રપુર, તા.વાંકાનેર ખાતે
કરવામાં આવ્યુ હતું.

આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ ઉમા સ્પોર્ટસ મોરબી અને વિવેકાનંદ સ્પોર્ટસ હળવદ વચ્ચે રમાઇ હતી. જેમાં ભારે રસાકસી બાદ ઉમા સ્પોર્ટસ મોરબી વિજેતા બની અને વિવેકાનંદ સ્પોર્ટસ હળવદ રનર્સઅપ બની હતી.

હળવદની ટીમમાં જીગરભાઈ, હિરેનભાઈ, હરેશભાઈ, પરેશભાઈ, સચિનભાઈ અને અનિલભાઈ માલવણીયાએ હળવદ તાલુકાની ટીમનું પ્રતિનિધિત્વ કરી ટુર્નામેન્ટમાં સારુ પ્રદર્શન કર્યુ હતું.

- text

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે બાદી તથા અન્ય સ્કૂલના રમત ગમતના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text