મોરબી જિલ્લાના ન્યાયાધીશોની મોટાપાયે બદલી, નવા 12 જજોની નિમણૂક

- text


મોરબી : રાજ્યભરમાં ન્યાયાધીશોની આજે બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લાના ન્યાયાધીશોની પણ મોટાપાયે બદલી થઈ છે. સામે નવા 12 ન્યાયાધીશો પણ મુકાયા છે.

મોરબી ફોર્થ એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શૈલેસ નુરુદ્દીનભાઈ પૂંજાણીની આણંદ, મોરબી પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ યોગેશ નરેન્દ્રકુમાર પટેલની ડીસા, મોરબી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન્ડ એડિશનલ સિનિયર સિવિલ જજ અર્ચિતકુમાર નિલમભાઈ વોરાની ઇડર, મોરબી સેકન્ડ એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પરેશ ભોગીલાલ નાયકની અમદાવાદ, મોરબી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ સેસન્સ જજ આશિષકુમાર ધનાંજયભાઈ ઓઝાની પ્રિન્સિપાલ જજ ફેમેલી કોર્ટ અમરેલી, મોરબી પ્રિન્સિપાલ જજ ફેમેલી કોર્ટ હિમાંશુ નવીનચંદ્ર ત્રિવેદીની ભાવનગર, મોરબી એડિશનલ ડિસ્ટ્રીકટ જજ એન્ડ એડિશનલ સેસન્સ જજ મુકુંદરાય કાંતિલાલ ઉપાધ્યાયની મહેસાણા થર્ડ એડિશનલ ડિસ્ટ્રીકટ જજ, મોરબી સેકન્ડ એડિશનલ ડિસ્ટ્રીકટ જજ એન્ડ એડિશનલ સેસન્સ જજ ચિન્મય ઘનશ્યામભાઈ મહેતાની સિટી સિવિલ કોર્ટ અમદાવાદ, મોરબી ફૂલ ટાઈમ સેક્રેટરી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી મોરબી રાજેશ કાંતિલાલ પંડ્યાની એડિશનલ સિવિલ જજ એન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ ધોળકા- અમદાવાદ, માળિયા પ્રિન્સિપાલ સિવિલ જજ એન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ જીગ્નેશકુમાર ભીખાભાઈ પુરોહિતની ધોળકા પ્રિન્સિપાલ સિવિલ જજ એન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ અમદાવાદ, વાંકાનેર એડિશનલ સિવિલ જજ એન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ મહેશકુમાર પટેલની ખેડા બદલી થઈ છે.

- text

સામેવ્યારા સેકન્ડ એડિશનલ ડિસ્ટ્રીકટ જજ એન્ડ એડિશનલ સેસન્સ જજ વિરાટ અશોક બુદ્ધાની સેકન્ડ એડિશનલ ડિસ્ટ્રીકટ જજ મોરબી, ગોધરા પ્રિન્સિપાલ જજ ફેમેલી કોર્ટ આશા માધવજીભાઈ વનાણીની પ્રિન્સિપાલ જજ ફેમેલી કોર્ટ મોરબી, વ્યારા એડિશનલ સિવિલ જજ એન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ જ્યોતિ વિરાટ બુદ્ધાની મોરબી, ગોધરા એડિશનલ સિવિલ જજ એન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ શૈલેષકુમાર કાંતિભાઈ પટેલની વાંકાનેર, સુરત 5માં એડિશનલ સિવિલ જજ એન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ અમિતકુમાર સિંઘની માળિયા પ્રિન્સિપાલ સિવિલ જજ એન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ, પંચમહાલથી દેવીન્દ્રકુમાર અશોકકુમાર રાવલની મોરબી પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ, વલસાડથી મસરૂર જાલીસ ખાનની મોરબી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન્ડ એડિશનલ સિનિયર સિવિલ જજ, સુરતથી વિક્રમ કરસનભાઈ સોલંકીની મોરબી સેકન્ડ એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ,.ગાંધીનગરથી અનિલ નાનાલાલ ગજ્જરની હળવદ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વલસાડથી દુર્ગેશ કનૈયાલાલ ચંદનાણીની મોરબી થર્ડ એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચિફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, અમદાવાદથી પીનાકીન ચંદ્રકાન્તની મોરબી પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ, તેમજ સંગીતા પીનાકીન જોશીની એડિશનલ ડિસ્ટ્રીકટ જજ તરીકે મોરબીમાં બદલી થઈ છે.

- text