મોરબીમાં 5.61 લાખની ઠગાઈ પ્રકરણમાં બે આરોપીઓ 3 દિવસના રિમાન્ડ ઉપર

- text


 

સુરત પોલીસ પાસેથી મોરબી પોલીસે મહિલા સહિત બે આરોપીઓને કબ્જો લીધો

મોરબી : મોરબી જુદી જુદી સ્કીમના બહાને રૂપિયા રોકવા માટે લલચાવીને રૂ.5.61 લાખની ઠગાઈ કર્યાના પ્રકરણમાં દિલ્હીની મહિલા સહિત બે આરોપીઓ સુરત પોલીસના હાથે ઝડપાયા બાદ મોરબી પોલીસે બન્ને આરોપીઓનો કબ્જો મેળવી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બન્ને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

- text

મોરબીના સામાકાંઠે આવેલી સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા વિશાલભાઈ નાથાભાઈ મકવાણાના પિતા હયાત હતા ત્યારે દિલ્હીની મધુબેન મહેશભાઈ શર્મા અને મહંમદ અરશદરજા જમીનદાર ખાન નામના બે વ્યક્તિઓએ ગત તા. 1/1/2021થી 26/4/2021 દરમિયાન તેમના પિતા સાથે ફોનમાં વાત કરી જુદી જુદી સ્કીમમાં નાણાં રોકાવીને શિશામાં ઉતાર્યા હતા અને આ બન્ને વ્યક્તિઓએ રૂ. રૂ.5.61 લાખ વિશાલભાઈના પિતા પાસેથી બૅંક મારફત મેળવીને પરત નહિ આપી ઠગાઈ કરી હતી. દરમિયાન આ બન્ને આરોપીઓ સુરત પોલીસના હાથે ઝડપાયા બાદ મોરબી પોલીસે બન્ને આરોપીઓનો કબ્જો મેળવી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બન્ને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

- text