ઉચાપત કેસ : બેન્કના રૂ. 15 લાખ કટકટાવી જનાર બન્ને કર્મચારી વધુ 2 દિવસના રિમાન્ડ ઉપર

- text


 

મોરબી : મોરબીના લાલપર નજીક આવેલ ઇન્ડુસીન્ડ બેન્કના એટીએમ કસ્ટોડીયન એવા મહિલા સહિત બે કર્મચારી સામે રૂ. 15 લાખની ઉચાપત કરવા સબબ પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ છે. આ દરમિયાન બન્નેના ફરધર રિમાન્ડ માટે પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે બન્નેના વધુ 2 દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે.

- text

મોરબીના લાલપર નજીક આવેલ ઇન્ડુસીન્ડ બેંકના એટીએમ કસ્ટોડીયન નેહાબેન ધનસુખભાઈ ગજ્જર તેમજ જીજ્ઞેશભાઈ ચંદુભાઈ માનસેતાએ બેન્કના 15 લાખ અંગત વપરાશ માટે કાઢી લીધાનું સામે આવ્યા બાદ બેન્કે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બન્ને આરોપીઓને 2 દિવસના રિમાન્ડ ઉપર લઈ પૂછતાછ પણ હાથ ધરી હતી. બીજી તરફ રકમ રિકવર થઈ શકી ન હોય, ઉપરાંત વધુ પૂછપરછ કરવાની હોય પોલીસે ફરધર રિમાન્ડ માટે બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે બન્ને આરોપીઓના તા.9 સુધીના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે.

- text