રાજાવડલા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા : રૂ.39 હજારની રોકડ કબ્જે

- text


 

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ પોલીસે રાજાવડલા ગામની સીમમાં જુગાર રમતા પાંચ પત્તાંપ્રેમીઓને ઝડપી લઇ રૂ. 39 હજારની રોકડ કબ્જે કરી છે.

- text

મોરબી જિલ્લામાં પ્રોહી-જુગારની બદી દૂર કરવાની સૂચના અન્વયે વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે રાજાવડલા ગામની સીમમાં હારજીતનો જુગાર રમતા પાંચ આરોપીઓ ફિરોઝ અબ્દુલ દલ, જાહિદ અસાદ વિસર, પ્રદીપ અશોક સારદીયા, જયેશ મનસુખ અબસણીયા તથા ધર્મેન્દ્ર જુવાનસિંહ ઝાલાને રોકડા રૂ.39,850 તથા મુદ્દામાલ રૂ.14,000મળી કુલ રૂ.53,850ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text