જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભની કુસ્તી સ્પર્ધામાં વાંકાનેરની એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયનો ડંકો

- text


વાંકાનેર : જિલ્લાકક્ષા ખેલ મહાકુંભમાં કુસ્તી સ્પર્ધામાં એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની બહેનોએ પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવી શાળાનું નામ ઝગમગાવ્યું છે.આ બદલ શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવામાં આવ્યા હતા.

રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લાકક્ષા ખેલ મહાકુંભમાં કુસ્તી સ્પર્ધામાં એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની બહેનોએ સફળતા પ્રાપ્ત કરી.૪૬ થી ૪૯ વજનમાં દ્વિતીય નંબર માંડાણી હર્ષાએ પ્રાપ્ત કર્યો હતો.તે જ રીતે ૩૬ થી ૪૦ વજનમાં દ્વિતીય નંબર બાદીજબીલ બાનું એ પ્રાપ્ત કર્યો હતો.તેમજ ૪૬ થી 53 વજનમાં ધોરણ 11ની સારલા વિશાખાએ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.વિદ્યાર્થીની બહેનોની પદ્ધતિસરની મહેનત અને સફળતા માટે શાળાની તમામ વિદ્યાર્થીની બહેનો તેમજ કોચ સીમાબેન,ડઈબેન ચૌધરીને શાળાના આચાર્ય દર્શનાબેન જાની તેમજ પ્રમુખ લલિતભાઈ મહેતા અને ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીએ શુભેચ્છાઓ પાઠવી હતી.

- text

- text