વાંકાનેરના બાળકે રમઝાનના રોજા રાખી ખુદાની ઈબાદત કરી

- text


વાંકાનેર : વાંકાનેરની માત્ર ૯ વર્ષની કુમળી વય ધરાવતા બાળકે પુરા રમઝાનના રોજા રાખી ખુદાની ઈબાદત કરી છે.

લક્ષ્મીપરા-વાંકાનેરના રહીશ અલીનવાઝ અઝમતઅલી સૈયદ એ માત્ર નવ વર્ષની કુમળી વયે સરેરાશ ૪૨ થી ૪૪ ડીગ્રી જેટલા ધોમધખતા તાપમા ગત તા:૦૩ એપ્રિલથી શરૂ થયેલ પવિત્ર રમજાન માસના ૩૦ રોજા પુરા કર્યા હતા.તેમજ નમાઝો અને તરાવીહ જમાત સાથે અદા કરી અલ્લાહની ખુશનુદી પ્રાપ્ત કરવા પ્રયાસ કરેલ હતો.આ દરમ્યાન શાળા,ટ્યુશન અને પરિક્ષામાં પણ નિયમિત હાજરી આપી અભિનંદનને પાત્ર બનેલ છે.આ બાળ રોજેદારની તમામ ઈબાદતોને અલ્લાહ સુબ્હાનહુ તઆલા કબુલ ફરમાવે. તેવી પ્રાર્થના પરિવારજનોએ કરી હતી.

- text

- text