મોરબીમાં રોટરી ક્લબ દ્વારા શનિવારે બાળકો માટે આર્ટ વર્કશોપ યોજાશે

- text


મોરબી: બાળકોમાં રચનાત્મકતા ખીલે તે માટે રોટરી ક્લબ મોરબી દ્વારા તારીખ 7 મે ને શનિવારના રોજ સાંજે પાંચ વાગ્યે સરદારબાગ, સનાળા રોડ ખાતે આર્ટ વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્કશોપમાં સિલ્વા હળવદિયા અને નેહા સોની દ્વારા બાળકોને લાઈવ મ્યુઝિક સાથે કુદરતી વાતાવરણમાં લાઈવ શેડો પેઇન્ટિંગ શીખવાડવામાં આવશે. આ વર્કશોપમાં ભાગ લેનાર લેનારે વોટર કલર, બ્રશ, પાણી માટે મગ તથા નેપકીન સાથે લાવવાના રહેશે. કાર્ડ સીટ સંસ્થા તરફથી આપવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમના અંતે ભાગ લીધેલ દરેકને અલ્પાહાર આપવામાં આવશે. આ વર્કશોપમાં ભાગ લેવા માટે નામ નોંધાવવું ફરજિયાત છે. નામ નોંધાવવા માટે સિલ્વા હળવદિયા (મો.નં. 7874064099 અથવા રોટે બંસી સેટ (મો.નં. 9376652360) પર સંપર્ક કરવાનો રહેશે.

- text

- text