વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે દોડશે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન

- text


કાલથી ટિકિટોનું બુકિંગ શરૂ

મોરબી : નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) ફેઝ- 2 ની પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે પરીક્ષા વિશેષ ટ્રેન ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ ટ્રેનોની વિગતો મુજબ ટ્રેન નંબર 09420/09419 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ પરીક્ષા સ્પેશિયલ (2 ટ્રીપ) જ્યારે ટ્રેન નંબર 09420 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ વેરાવળથી રવિવાર તા. 8 મે ના રોજ 10.45 વાગ્યે ઉપડીને બીજા દિવસે સવારે પાંચ વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09419 બાંદ્રા ટર્મિનસ – વેરાવળ સ્પેશિયલ સોમવાર તા. 9 મે ના રોજ બાંદ્રા ટર્મિનસથી રાત્રે 9.45 વાગ્યે ઉપડીને બીજા દિવસે બપોરે 3.35 વાગ્યે વેરાવળ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, મહેમદાવાદ, ખેડારોડ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

- text

ટ્રેન નંબર 09420/09419 માટે બુકિંગ 6ઠ્ઠી મે થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઈ.આર.સી.ટી.સી.ની વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે અને સેકન્ડ ક્લાસના સામાન્ય કોચ સિવાય તમામ વર્ગો માટે સંપૂર્ણપણે આરક્ષિત હશે. ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો http://www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે તેમ રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફની યાદીમાં જણાવાયું છે.

- text