ચિત્રકુટ એવોર્ડ માટે મોરબી જિલ્લામાંથી હળવદના શિક્ષકની પસંદગી

- text


મોરારી બાપુના હસ્તે શિક્ષકને સન્માનિત કરાશે

મોરબી : દર વર્ષે મોરારીબાપુના હસ્તે તલગાજરડા ખાતે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને દરેક જિલ્લામાંથી એક શિક્ષકને ચિત્રકુટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે. આ ચિત્રકુટ એવોર્ડ માટે હળવદ તાલુકાની માનસર પ્રાથમિક શાળામાં નોકરી કરતાં શિક્ષકની પસંદગી કરવામાં આવી છે.આ ચિત્રકુટ એવોર્ડ મોરારિબાપુનાં હસ્તે આપવામાં આવશે.

- text

હળવદ તાલુકાની માનસર પ્રાથમિક શાળામાં નોકરી કરતાં વિમલ પટેલની તેમના કરેલા શૈક્ષણિક કાર્યોની પ્રગતિનાં આધારે સમગ્ર જિલ્લાનાં શિક્ષકોમાંથી સર્વ શ્રેષ્ઠ પસંદગી કરવામાં આવી છે.વર્ષ 2021-22 માટે તા.૧૧/૫/૨૦૨૨નાં રોજ તેમના સન્માન માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.આ એવોર્ડ માટેની પસંદગી માટે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કમિટી તેમના કાર્યોને તપાસી પસંદ કરે છે અને તલગાજરડા ખાતે રાજ્યના પસંદગી પામેલ શિક્ષકોને મોરારિબાપુનાં હસ્તે સમ્માનિત થવાનો અવસર પ્રાપ્ત થાય છે.વિમલભાઈ એવા પ્રવૃતિશીલ શિક્ષક છે.જેમણે પણ બાળકોના વિકાસમાં નાવીન્યપૂર્ણ પ્રયોગ કરેલ છે.વિવિધ સાધનોનું નિર્માણ કરવું, ઈનોવેશન કરવા, બાળફિલ્મનુ નિર્માણ કરવું,સતત બાળકોના માટે નવીન કરવું જેવા કાર્યોના કારણે પણ તેમની આ એવોર્ડ માટે પસંદગી કરેલ છે.

- text