મોરબીમાં રૂ. ૪ લાખના ચેક રિર્ટન કેસમાં આરોપીને એક વર્ષની કેદ

- text


સબંધના દાવે હાથ ઉછીનાં રૂપિયા લીધા બાદ આરોપીએ રૂપિયા ન ચૂકવતા હવે બમણી રકમ ચૂકવવી પડશે

મોરબી : મોરબીમાં એક સદગૃહસ્થે સબંધના દાવે હાથ ઉછીનાં રૂપિયા આપ્યા બાદ એક શખ્સે આ રૂપિયાના વળતર પેટે આપેલો રૂ.૪ લાખનો ચેક બાઉન્સ થતા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ચેક રિર્ટનનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને ચેક રિર્ટન કેસમાં દોષી ઠેરવી આ આરોપીને એક વર્ષની કેદ તેમજ બમણી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે.

- text

આ કેસની હકીકત એવી છે કે મોરબીના સામેકાઠે આવેલ ગોપાલ સોસાયટીમાં રહેતા સાગરકુમાર જયંતિભાઇ પટેલે મોરબીના શકત શનાળા પાસે આવેલ નંદની એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦૧માં રહેતા બકુલભાઈ રવજીભાઇ રાસમીયાને સબંધના દાવે રૂ. ૪ લાખ હાથ ઉછીના આપ્યા હતા. ત્યારબાદ અનેક વખત ઉઘરાણી કરતા અંતે બકુલભાઈએ ગત તા. ૧૩/૦૧/૨૦૨૧ના રોજ મોરબીની આઇ.ડી.બી. આઇ. બેન્ક શાખાનો રૂ.૪ લાખનો ચેક આપ્યો હતો.પણ સાગરકુમાર બૅંકમાં ચેક વટાવવા જતા ચેક બાઉન્સ થયો હતો.આથી સાગરકુમારે વકીલ પી.ડી માનસેતા મારફતે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ-૧૩૮ મુજબ મોરબીના ચીફ જ્યુડી. મેજી. શઅર્ચિત એન. વોરા ની કોર્ટમાં ફોજદારી દાખલ કર્યો હતો અને કોર્ટે આ કેસની સુનાવણીમાં આરોપી બકુલભાઈ રવજીભાઇ રાસમીયાને તક્સીરવાન ઠરાવી તેને એક વર્ષની સજા અને બાકી નીકળતી રકમ રૂ. ૪ લાખની ડબલ રકમ રૂ. ૮ લાખ ચૂકવવાનો હુકમ કર્યો છે.

- text