મોરબીમાં કોમનમેન ફાઉન્ડેશન દ્વારા શનિવારે દાન, જ્ઞાન અને સન્માનનો ત્રિવિધ કાર્યક્રમ

- text


 

‘બાળ ઉછેર બે હાથમાં’ પુસ્તક 1000 સગર્ભા મહિલાઓને ભેટ આપવાના અભિયાનનું અભિવાદન, પુસ્તકની 25001મી પ્રતનું વિમોચન અને દાતાઓનું શાબ્દિક સન્માન થશે

મોરબી: કોમનમેન ફાઉન્ડેશન- મોરબી દ્વારા આગામી તારીખ ૩૦ એપ્રિલ ને શનિવારના રોજ સાંજે 8 કલાકે રવાપર રોડ પરની નીલકંઠ વિદ્યાલયમાં જ્ઞાન, દાન અને સન્માનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાશે.

- text

આ ત્રિસ્તરીય કાર્યક્રમમાં ગોપાલભાઈ ચારોલા પરિવાર દ્વારા 1000 સગર્ભા મહિલાઓને ‘બાળ ઉછેર બે હાથમાં’ પુસ્તક ભેટ આપવાના અભિયાનનું અભિવાદન થશે. ઉપરાંત ‘બાળ ઉછેર બે હાથમાં’ પુસ્તકની 25001મી પ્રતનું વિમોચન કરવામાં આવશે અને ‘બાળ ઉછેર બે હાથમાં’ પુસ્તકને 25000 નકલના વેચાણના ઊંચા આંક સુધી પહોંચાડવાના યશભાગી દાતાઓનું શાબ્દિક સન્માન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં પૂજ્ય દામજી ભગત સહિત સામાજિક કાર્યકરો, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, ડોક્ટરો, ઉદ્યોગપતિઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાવશે. આ કાર્યક્રમમાં આમંત્રિતોએ હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.

- text