હીરાપરમાં રામ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન

- text


ટંકારા : ટંકારા તાલુકાના હીરાપરમાં રામ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે.તેમજ ભાવિકો માટે દરરોજ બપોરે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

હીરાપરમાં સમસ્ત ફેફર પરિવાર દ્વારા રામ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.રામ પારાયણ તા.02/05 ને સોમવારે રઘુનાથમ,પટેલ સમાજવાદી,હીરાપર,ટંકારા ખાતે પ્રારંભ થશે.કથા પુર્ણાહુતી તા.10ને મંગળવારના રોજ થશે.કથાનો સમય સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 કલાકનો રહેશે.કથા વક્તા રેવાદાસ છે.રામ પારાયણમાં તા.2ને સોમવારના રોજ સ્વરે 9:30 કલાકે માનસ પોથીયાત્રા,11 કલાકે દીપ પ્રાગટ્ય,શિવ-પાર્વતી વિવાહ,રામ જન્મ ઉત્સવ,રામ વિવાહ,હનુમાન-રામનું મિલન,રામેશ્વર સ્થાપના અને તા.10ને મંગવારના રોજ બપોરે 3:30 કલાકે રામનો રાજ્યભિષેક તથા કથા વિરામ થશે.ભાવિકો માટે દરરોજ બપોરે ભોજન પ્રસાદની વ્યવસ્થા કથા સ્થળ પર રાખવામાં આવેલ છે.તેમજ રોજ રાત્રે 9 કલાકે ધૂન-ભજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

- text

- text